શામળિયો વહાલો
hiphop

શામળિયો વહાલો

Yuvaraj Rathod

0 إعجاب4:0019 يونيو 2026

الوصف

સાંજ સમે શામળિયો વહાલો, વૃંદાવનથી આવે; આગળ ગોધન, પાછળ સાજન, મનમાં મોહ ઉપજાવે. - સાંજ. 1 મોર મુગુટ શિર સુંદર ધરિયો, કાને કુંડળ લહેકે; પહેર્યાં પીતાંબર, ફૂલની પછેડી, ચુઆ-ચંદન મહેકે. - સાંજ. 2 તારામંડળમાં જેમ શશિયર શોભે હેમે જડિંગ હીરો; તેમ ગોવાળમાં ગિરધર શોભે, હરિ હળધરનો વીરો. - સાંજ. 3 વહાલાજીનું રૂપ રૂદેમાં વસિયું, મનડું તે ધસિયું મારું; આળ કરી આલિંગન દીધું તન-મન મુખ પર વારું. - સાંજ. 4 વહાલાજીનું રૂપ મહાશુભકારી, રસિયા વિણ કેમ રહીએ ? નરસૈયાના સ્વામીની શોભા નિરખી નિરખી હરખીએ. - સાંજ. 5 0L શહેનાના